સાબિત કરો કે વિકલ સમીકરણ $x^{2} \frac{dy}{dx} = x^{2} + xy - 2y^{2}$ એ સમપરિમાણીય (homogeneous) સમીકરણ છે અને તેનો વ્યાપક ઉકેલ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ વિકલ સમીકરણ $x^{2} \frac{dy}{dx} = x^{2} + xy - 2y^{2}$ છે.
$\frac{dy}{dx} = \frac{x^{2} + xy - 2y^{2}}{x^{2}}$.
ધારો કે $F(x, y) = \frac{x^{2} + xy - 2y^{2}}{x^{2}}$.
$F(\lambda x, \lambda y) = \frac{(\lambda x)^{2} + (\lambda x)(\lambda y) - 2(\lambda y)^{2}}{(\lambda x)^{2}} = \frac{\lambda^{2}(x^{2} + xy - 2y^{2})}{\lambda^{2}x^{2}} = \lambda^{0} F(x, y)$.
અહીં $F(\lambda x, \lambda y) = \lambda^{0} F(x, y)$ હોવાથી,આપેલ વિકલ સમીકરણ સમપરિમાણીય છે.
ઉકેલવા માટે,$y = vx$ આદેશ લેતા,જેથી $\frac{dy}{dx} = v + x \frac{dv}{dx}$ મળે.
આ કિંમતો સમીકરણમાં મૂકતા:
$v + x \frac{dv}{dx} = \frac{x^{2} + x(vx) - 2(vx)^{2}}{x^{2}} = 1 + v - 2v^{2}$.
$x \frac{dv}{dx} = 1 - 2v^{2}$.
$\frac{dv}{1 - 2v^{2}} = \frac{dx}{x}$.
$\frac{1}{2} \int \frac{dv}{(\frac{1}{\sqrt{2}})^{2} - v^{2}} = \int \frac{dx}{x}$.
સૂત્ર $\int \frac{dx}{a^{2} - x^{2}} = \frac{1}{2a} \log |\frac{a+x}{a-x}| + C$ નો ઉપયોગ કરતા:
$\frac{1}{2} \cdot \frac{1}{2(1/\sqrt{2})} \log |\frac{1/\sqrt{2} + v}{1/\sqrt{2} - v}| = \log |x| + C$.
$\frac{1}{2\sqrt{2}} \log |\frac{1 + \sqrt{2}v}{1 - \sqrt{2}v}| = \log |x| + C$.
$v = \frac{y}{x}$ મૂકતા:
$\frac{1}{2\sqrt{2}} \log |\frac{x + \sqrt{2}y}{x - \sqrt{2}y}| = \log |x| + C$.

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $(x+y) dy + (x-y) dx = 0$ નો $x=1, y=1$ આગળનો વિશિષ્ટ ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $(x^2 - xy)dy = (xy + y^2)dx$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $(x^2+xy)y'=y^2$ નો વ્યાપક ઉકેલ શોધો.

જો વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{2x+3y}{3x-2y}$ નો ઉકેલ $y = x \tan(f(x)) + c$ હોય, તો $f(x) =$

બે ઘટનાઓ $A$ અને $B$ માટે,$P(B) \neq 0$ અને $P(A \mid B) = 1$ હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo